Students are overwhelmed with information, from social media to multimedia, the constant bombardment of news, trends, and hashtags is reducing their attention span. A research study conducted by a team of European scientists from Technische Universität Berlin, Max Planck Institute for Human Development, University College Cork, and DTU, found that in fact, our collective attention span is decreasing rapidly.
For instance, in 2013, a trending hashtag on Twitter was in the top 50 list for an average of 17.5 hours, however in 2016, the same was reduced to 11.9 hours. By 2021, this must be much lower than 11.9 hours. As teachers (or as institutional heads), it is important to keep the attention span of our students going for fruitful learning.
Especially during COVID, the precautionary restrictions to stop the spread are tough for students. They are demotivated and lack the enthusiasm for attending online classes. Here are a few effective ways to improve the concentration of your students:
Lessons with Intervals
Lessons with short intervals are more effective in maintaining student interest in the subject. Whether you are planning one session or the entire curriculum, breaking it down into smaller parts with intervals will give you a class of attentive students.
These intervals could be group or individual activities. Ask your students to share their lockdown stories or their homework from the previous class. It can also be a short movie or knowledge sharing clip that you and your class watch together and discuss the story later
Brain Break Classes
Every once in a while, a brain-break class will help your students forget the stress of tests/exams. Brain-break activities boost the morale of students. In the pandemic ridden world we live in, it is important for teachers to think beyond completing their course and organize stress buster activities.
Here are a few ideas of COVID-proof brain break activities that you can use for your next class:
Dance Off: Select a suitable hit number and dance with your students to relieve the stress. Do not worry if they don’t join in at first, just make them feel welcome and they will start dancing with you.
Rock-Paper-Scissors Tournament: The age-old classic is a two-player game but a tournament of rock-paper-scissor is awesome any day. Just three simple rules to keep in mind; rock crushes scissors, scissors cut paper, and paper covers rock.
Head and Tails: Organize a fun quiz where students have to guess true or false. The twist is that when they feel a statement is true they should keep a hand on their head, and when they feel it's false they should keep a hand behind their back.
Ask Student Opinions
The biggest struggle that students face is that most of them feel nobody listens to them. If you become the person that listens to them, the concentration levels of your students will improve automatically. Keep your students engaged by asking their opinions on what is the toughest part of their day and how they would like to improve. Remember; 9/10th of teaching is just encouragement.
Include a Mindfulness Activity
Mindfulness is the act of collecting our thoughts and directing undivided focus on one task. Including a mindfulness activity in your teaching routine will help increase the concentration capacity of every child. Here is an example of what a mindfulness exercise looks like:
Ask your students to keep their hands on their belly and close their eyes.
Guide them with deep breaths by counting 1, 2, 3 separately for every inhale and exhale.
Ask your students to notice how the air enters and leaves the nostrils.
Remind them of how their hands are moving because of the air they breathe.
Mindfulness is a stepping stone towards improving focus and increasing attention spans for life. Give every activity at least a few sessions before you give up on it.
These are a few of the many ways that teachers can use to boost the concentration of their students and improve results. COVID-19 has disrupted the normal school routine, teachers and students alike need to reinvent the wheel with new ways of teaching and learning.
We hope that one of these activities helps you conduct better video classes and get improved results from your students. All the activities mentioned above are COVID friendly, you can conduct these through a Whatsapp or Zoom video call.
Happy teaching!
વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાથી લઈને મલ્ટિમીડિયા સુધીની માહિતીથી અભિભૂત થઈ ગયા છે-સમાચાર, વલણો અને હેશટેગ્સ તેમના પર સતત તોપમારો કરી રહ્યા છે. આથી તેમના મનની એકાગ્રતા (CONCENTRATION) ઘટી રહી છે. ટેક્નિશે યુનિવર્સિટી બર્લિન, મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ, યુનિવર્સિટી કોલેજ કોર્ક અને ડીટીયુના વૈજ્ઞાનિકોની ટીમે કરેલા સંશોધન અધ્યયનમાં જાણવા મળ્યું છે કે હકીકતમાં આપણું COLLECTIVE ATTENTION SPAN (સામૂહિક ધ્યાન અવધિ) ઝડપથી ઘટી રહયું છે.
દાખલા તરીકે, 2013 માં, Twitter પર એક ટ્રેન્ડિંગ હેશટેગ સરેરાશ 17.5કલાકમાં સર્વોચ્ચ 50 ની યાદીમાં હતું, જો કે 2016માં તે જ hashtag ઘટીને 11.9 કલાક થઈ ગયું હતું. 2021ના અંત સુધીમાં, તે 11.9કલાક કરતા ઘણું ઓછું હશે. ફળદ્રુપ (અસરકારક/લાભદાયી) શિક્ષણ માટે શિક્ષકોએ (અથવા સંસ્થાકીય વડાએ) વિદ્યાર્થીઓના ધ્યાનની અવધિ (attention span) રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે.
તમારા વિદ્યાર્થીઓની એકાગ્રતા (concentration) માં સુધારણા માટે અહીં કેટલીક અસરકારક રીતો છે:
અંતરાલ સાથે પાઠ (Lessons with intervals)
ટૂંકા ટૂંકા આંતરલો સાથે lessons નો અભ્યાસ જે-તે વિષયમાં વિદ્યાર્થીનો રસ જાળવવામાં વધુ અસરકારક છે. જો તમે એક સત્ર અથવા સમગ્ર અભ્યાસક્રમની યોજના કરી રહ્યા છો, તો તેને નાના નાના અંતરાલોમાં વહેચો જે તમને સચેત (attentive/લક્ષ મેળવનાર) વિદ્યાર્થીઓનો વર્ગ આપશે.
આ અંતરાલ, સમૂહ (group) અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ (individual activities) હોઈ શકે છે. તમારા વિદ્યાર્થીઓને તેમની lockdownની વાર્તાઓ અથવા અગાઉના ક્લાસના તેમના હોમવર્ક વિશે જણાવવા માટે કહો. તે ટૂંકી મૂવી અથવા જ્ઞાન (જાણવા યોગ્ય માહિતી)ની નાની ક્લિપ પણ હોઈ શકે - જે તમે અને તમારા વર્ગના વિદ્યાર્થીઓ એકસાથે જોઈ શકો અને પછી તેના પર ચર્ચા કરી શકો.
બ્રેઇન બ્રેક વર્ગો (Brain break classes)
અમુક અમુક સમયાંતરે બ્રેઇન-બ્રેક વર્ગ તમારા વિદ્યાર્થીઓને પરીક્ષાઓનો થાક ભૂલી જવામાં મદદ કરશે. Brain -break પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના મનોબળને વેગ આપે છે. હાલ આપણે જે વિશ્વવ્યાપી રોગ સાથે જીવી રહ્યા છીએ તેવામાં શિક્ષકોએ તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અને અસરકારક ભણતર માટે તણાવરહિત પ્રવૃત્તિઓનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે.
અહીં કોવિડ-પ્રૂફ brain -break પ્રવૃત્તિઓનાં કેટલાક સૂચનો છે જેનો તમે તમારા આગળના વર્ગ માટે ઉપયોગ કરી શકો છો:
• નૃત્ય (Dance off): સૌ પ્રથમ યોગ્ય ગીત કે સંગીત પસંદ કરો અને તમારા વિદ્યાર્થીઓને નૃત્ય માટે પ્રેરિત કરો. જો તેઓ શરૂઆતમાં ના જોડાય તો ચિંતા કરશો નહીં, માત્ર તેમણે પ્રેરિત કરતાં રહો અને અંતે તેઓ તમારી સાથે નૃત્ય કરવાનું શરૂ કરશે.
• રોક-પેપર-સિઝર્સ (Rock-paper-scissors) ટૂર્નામેન્ટ: વર્ષો જૂની એવી ક્લેસિક(classic) એ બે ખેલાડીઓની રમત છે. તેમાં ધ્યાનમાં રાખવા માટે ફક્ત ત્રણ સરળ નિયમો છે : (1) રોક કાતરને કચડી નાખે છે, (2) કાતર કાગળને કાપી નાખે છે અને (3) કાગળ રોકને આવરી લે છે.
• Heads and Tails: મનોરંજક રમતોનું આયોજન કરો જેમાં વિદ્યાર્થીઓએ સાચા કે ખોટાનું અનુમાન લગાવવું પડે. મજા એ છે કે જ્યારે તેમને લાગે છે કે વિધાન સાચું છે ત્યારે તેઓ તેમના માથા પર હાથ રાખે અને જ્યારે તેઓને વિધાન ખોટું લાગે ત્યારે તેઓ તેમની પીઠ પાછળ હાથ રાખે.
વિદ્યાર્થીના મંતવ્યો પૂછો (Ask student opinions)
વિદ્યાર્થીઓની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમાંના મોટાભાગનાને લાગે છે કે તેમની વાત કોઈ સાંભળતું નથી. જો તમે તે વ્યક્તિ બનશો જે તેમને સાંભળે, તો તમારા વિદ્યાર્થીઓનું એકાગ્રતા સ્તર આપમેળે સુધરશે. તમારા વિદ્યાર્થીઓને તેમના દિવસનો સૌથી મુશ્કેલ ભાગ શું છે અને તેઓ કેવી રીતે સુધારવા માગે છે તેના પર તેમના મંતવ્યો પૂછો. યાદ રાખવું કે - 9/10thભાગનું શિક્ષણ માત્ર ને માત્ર પ્રોત્સાહન છે.
માઇન્ડફુલનેસ પ્રવૃત્તિનો (Mindfulness activity) સમાવેશ કરો
માઇન્ડફુલનેસ એ આપણા વિચારોને એકત્રિત કરવાની અને એક કાર્ય પર અવિભાજિત ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયા છે. તમારી શિક્ષણ પદ્ધતિમાં માઇન્ડફુલનેસ પ્રવૃત્તિનો સમાવેશ એ દરેક બાળકની એકાગ્રતા ક્ષમતા (concentration capacity) વધારવામાં મદદ કરશે. અહીં માઇન્ડફુલનેસ કસરતનું એક ઉદાહરણ છે:
તમારા વિદ્યાર્થીઓને તેમના પેટ પર હાથ રાખવા અને તેમની આંખો બંધ કરવા માટે કહો.
દરેક વિદ્યાર્થીને ઊંડા શ્વાસ લેતી અને છોડતી વખતે વારાફરતી 1, 2, 3 ગણવા માટે માર્ગદર્શન આપો.
તમારા વિદ્યાર્થીઓને એ જાણવા માટે કહો કે હવા કેવી રીતે નસકોરા(nostrils) માં અવર-જવર કરે છે.
તેમને યાદ અપાવો કે તેઓ શ્વાસમાં જે હવા લે છે તેને કારણે તેમના હાથ કેવી રીતે હલી રહ્યા છે.
માઇન્ડફુલનેસ એ કોઈ પણ બાબત માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સુધારણા/વધારવા તરફ દોરી જવા માટેનું એક પગલું છે. દરેક પ્રવૃત્તિને છોડતા પહેલાં ઓછામાં ઓછા થોડા સત્રો આપો.
આમ આવી કેટલીક રીતો શિક્ષકો તેમના વિદ્યાર્થીઓની એકાગ્રતા (concentration) વધારવા અને પરિણામોને સુધારવા માટે ઉપયોગમાં લઈ શકે છે. COVID-19 ના કારણે શાળાએ જવાનું શક્ય નથી ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શિક્ષણની નવી રીતોનો ઉપયોગ કરીને શિક્ષણ-ચક્રને શ્રેઠ બનાવવાની જરૂર છે.
અમે આશા રાખીએ છીએ કે આ પ્રવૃત્તિઓ તમને વધુ સારી રીતે વિડીયો-લેકચર્સ કરવામાં અને તમારા વિદ્યાર્થીઓના પરિણામોમાં સુધારો લાવવામાં મદદ કરશે. ઉપર જણાવેલ બધી પ્રવૃત્તિઓ COVID મૈત્રીપૂર્ણ છે, તમે તે WhatsApp અથવા Zoom વિડીયો કોલ (Video call) દ્વારા કરી શકો છો.
HAPPY TEACHING !
ધવલભાઈ શાહ
આપણા વિધાર્થીઓ અત્યારે ખુબજ માનસિક તનાવ અનુભવે છે, ત્યારે આપના આ સુચનો તેમને ખુબ ઉપયોગી થશે
ગુજરાતની એક સૌથી જુની અને જવાબદાર શૈક્ષણિક પ્રકાશન કંપની તરીકે વિધાર્થીઓને ઉપયોગી થાય તેવી સકારાત્મક મનોવૈજ્ઞાનિક ટિપ્સ પણ સમયાંતરે આપતા રહેશો તેવી અપેક્ષા